You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
એ મહિલા જે લગ્નનાં નવ વર્ષ બાદ દસમા ધોરણની પરીક્ષા આપીને રાજ્યમાં ટૉપર બન્યાં
કાશ્મીર ઘાટીના કુપવાડાના અવુરા ગામમાં રહેતાં સબરીના ખાલિકને ત્યાં હાલના દિવસોમાં લોકોની ભીડ જોવા મળી અને આનું કારણ ખૂબ જ ખાસ છે.
ત્રણ બાળકોનાં માતા 25 વર્ષનાં સબરીનાએ તાજેતરમાં 10મા ધોરણની પરીક્ષા પાસ કરી છે.
સબરીનાનાં લગ્નને નવ વર્ષ થઈ ગયાં છે. ગયા વર્ષે તેમને લાગ્યું કે તે ફરીથી ભણવાનું શરૂ કરવુ જોઈએ.
સબરીનાએ આ નિર્ણય લીધો તે પહેલા અને પછી ઘણા પડકારો હતા. આમ છતાં તેમણે ગયા વર્ષે ખાનગી વિદ્યાર્થીની તરીકે 10માં ધોરણની પરીક્ષા માટે ફોર્મ ભર્યું હતું.
જ્યારે આ પરીક્ષાનું પરિણામ આવ્યું તો તેમાં સબરીના સૌથી વધુ ગુણ મેળવીને આખા કાશ્મીરમાં આ વર્ગમાં ટૉપર બન્યાં હતાં.
સબરીના પોતાનો અભ્યાસ ચાલુ રાખવા માંગે છે અને પોલીસ વિભાગમાં કામ કરવા માંગે છે.
જ્યારે તેમણે આ નિર્ણય લીધો, ત્યારે તેમણે ઘણી બધી વાતો સાંભળવી પડી. પરંતુ પરિણામ આવ્યા બાદ તમામ લોકો તેમના પર ગર્વ કરી રહ્યા છે.
સબરીનાનાં પાડોશીઓ પણ આ ખબરને લઈને ઘણા ઉત્સાહિત છે અને મુબારક આપવા માટે તેમના ઘરે પહોંચી રહ્યા છે.
તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો