You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
એ મહિલા જે લગ્ન બાદ ફરીથી ભણીને સરકારી પરીક્ષામાં ટૉપર બન્યાં
બે બાળકોનાં માતા મંજુલા ભલોઠિયાએ ઉત્તર પ્રદેશ ઉચ્ચ ન્યાયિક સેવા પરીક્ષા 2022માં ટોચનું સ્થાન મેળવ્યું છે.
રાજસ્થાનનાં રહેવાસી મંજુલા હંમેશા ભણવામાં હોંશિયાર રહ્યાં છે.
તેમણે લંડનથી એમબીએ કર્યું અને ત્યારબાદ ભારત આવી કાયદાનો અભ્યાસ કર્યો.
આ પછી લગ્ન થયાં અને તેઓ હરિયાણાના રોહતક જિલ્લામાં રહેવાં લાગ્યાં.
મંજુલા જ્યારે હરિયાણા રોડવેઝમાં સહાયક જિલ્લા એટર્ની તરીકે કામ કરતાં હતાં ત્યારે તેઓ આગળ વધુ અભ્યાસ કરવા ઇચ્છતા હતાં અને તેમાં પરિવારે મહત્વની ભૂમિકા ભજવી હતી.
મંજુલા કહે છે કે સ્વપ્ન પૂર્ણ કરવાની કોઈ ઉંમર નથી. બસ તેને પૂર્ણ કરવા માટે મહેનત જરૂરી છે.
તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો