નરેન્દ્ર મોદી વિશે ભાઈ પ્રહ્લાદ મોદીએ કેમ કહ્યું 'એ હીરાબાના લાલ મટી ગયા છે, હવે માત્ર નામ છે'

પ્રકાશિત

વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ભાઈ પ્રહ્લાદ મોદીએ ભાજપ પ્રત્યે અને કેન્દ્રની તેમના જ ભાઈ નરેન્દ્ર મોદીના નેતૃત્વવાળી સરકાર અંગે અનેક વખત નારાજગી વ્યક્ત કરી છે. તાજેતરમાં તેમણે દિલ્હીના જંતરમંતર ખાતે ધરણાં પણ કર્યા હતા.

તેમણે બીબીસી ગુજરાતી સાથેની મુલાકાતમાં કહ્યું કે 'નરેન્દ્રભાઈએ ઘર છોડી દીધું એટલે તેમના માટે પારિવારિક સંબંધો નથી, એ હીરાબાના લાલ મટી ગયા છે, હવે માત્ર નામ છે'.

પ્રહ્લાદ મોદીએ આત્મવિલોપનની ચીમકી આપતા ભાઈ વડા પ્રધાન નરેન્દ્ર મોદી વિશે બીજું શું કહ્યું?

વીડિયો : સાગર પટેલ / પવન જયસ્વાલ

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો