મ્યાનમાાર : લડાઈમાંથી જીવ બચાવી ભારત આવી રહેલા શરણાર્થીઓની હાલત કેવી છે?

વીડિયો કૅપ્શન, મ્યાનમારથી ભાગી નીકળેલા શરણાર્થીઓ મિઝોરમના કૅમ્પમાં કેવી સ્થિતિમાં જીવે છે? – COVER STORY
પ્રકાશિત

મ્યાનમારનું સૈન્ય રખાઈન રાજ્યમાં બળવાખોર અરાકાન આર્મી સાથે ભારે લડાઈમાં વ્યસ્ત છે અને આ સ્થિતિને લીધે બાંગ્લાદેશ જ નહીં પણ ભારતના મિઝોરમ સાથેની મ્યાનમારની સરહદ પર પણ તણાવ છે.

ગત વર્ષના લશ્કરી બળવાથી મ્યાનમારના હજારો નાગરિકો તેમનો દેશ છોડી ભાગી રહ્યા છે. તેમાંના મોટા ભાગના લોકોએ મિઝોરમમાં શરણ લીધું છે.

આ શરણાર્થીઓ મૂળ મ્યાનમારના ચિન પ્રાન્તના છે અને તેઓ સૈન્ય અને સુરક્ષાદળોથી રક્ષણ માટે ભારત આવ્યા છે.

કેન્દ્ર સરકારે સીમા પારથી આવતા લોકોને શરણાર્થીઓનો દરજ્જો આપ્યો નથી. તે છતાં મિઝોરમ સરકાર અને સ્થાનિક લોકોએ તેમની તરફ મદદ માટે હાથ લંબાવ્યો છે. છેલ્લાં દોઢ વર્ષ કરતાં વધારે સમયથી મિઝોરમ પ્રશાસન, વિભિન્ન બિનસરકારી સંગઠનો અને ચર્ચોની સક્રિયતાથી રાજ્યભરમાં આવા લોકો માટે આશ્રય શિબિર ખોલવામાં આવ્યા છે.

લાઇન

મ્યાનમારમાંથી ભારતના મિઝોરમમાં કેમ આવી રહ્યા છે શરણાર્થીઓનાં ધાડાં

લાઇન
  • ગત વર્ષે મ્યાનમારની સત્તા પર સેના દ્વારા કબજો મેળવાયા બાદ દેશના નાગરિકો અન્ય દેશોમાં શરણાર્થે પ્રવેશ લઈ રહ્યા છે
  • ભારતના મિઝોરમમાં પણ આવા ઘણા મ્યાનમારના શરણાર્થીઓ આવી પહોંચ્યા છે
  • પરંતુ છેલ્લાં દોઢ વર્ષ કરતાં પણ વધારે સમયથી બંને દેશની સરહદની ચેકપોસ્ટ પર કડક બંદોબસ્ત ગોઠવાયેલો છે
  • સરહદની ચોકી પાર કરીને એક દેશમાંથી બીજા દેશમાં અવરજવર કાગળ પર તો લગભગ બંધ જ છે
  • પરંતુ તે છતાં હજારો મ્યાનમારી નાગરિક સતત ભારતીય સીમામાં પ્રવેશ મેળવી રહ્યો છે

બીબીસી બંગાળીના સંવાદદાતા શુભજ્યોતિ ઘોષે ચાંપાઈ હિલ્સમાં કેટલાક શરણાર્થી કૅમ્પ્સની મુલાકાત લીધી. ત્યારે રેફ્યુજી કૅમ્પમાં તેમની સ્થિતિ કેવી છે , જુઓ બીબીસી ગુજરાતી સમાચારની કવર સ્ટોરીમાં.

લાઇન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો

લાઇન