રાજસ્થાન : એ પ્રસૂત્તા જેણે પ્રસૂતિના કલાકો બાદ ઍમ્બ્યુલન્સમાંથી પરીક્ષા આપી

પ્રકાશિત

રાજસ્થાનના ઝુંઝુનુંનાં લક્ષ્મી મીણાએ હૉસ્પિટલમાં બાળકીને જન્મ આપ્યાના 15 કલાક પછી બી.ઍડની પરીક્ષા ઍમ્બ્યુલન્સમાંથી આપી હતી.

લક્ષ્મી મીણા બી.ઍડના પહેલા વર્ષનાં વિદ્યાર્થિની છે. તેઓ પાતોના ઘરેથી લગભગ 400 કિમી દૂર ઝુંઝુનુંના સૂરજગઢ ખાતે પરીક્ષા આપવા પહોંચ્યા હતા.

છઠ્ઠી સપ્ટેમ્બરે પરીક્ષા આપ્યા બાદ તેમને પ્રસવની પીડા ઊપડી અને તેમણે બાળકીને જન્મ આપ્યો. પરંતુ ડિલીવરના બીજા જ દિવસે મીનાનું અન્ય એક પેપર હતું.

તેઓ ઍમ્બ્યુલન્સમાં જ પરીક્ષાકેન્દ્ર પર જતાં અને ઍમ્બ્યુલન્સમાં જ પરીક્ષા આપતાં હતાં.

પરીક્ષાકેન્દ્રના સુપરિન્ટેન્ડેન્ટ અને પ્રિન્સિપાલ ડૉ. રવિ વર્માએ લક્ષ્મીની સ્થિતિને ધ્યાનમાં લેતાં તેમને આ રીતે પરીક્ષા આપવાની અનુમતિ આપી.

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો