પાકિસ્તાનમાં પૂરની તારાજીથી ખોરવાયું સામાન્ય લોકોનું જીવન, પરિવારોના ઘરબાર તૂટ્યાં
પ્રકાશિત
પાકિસ્તાનના આપદા વિભાગ અનુસાર ભયાનક પૂરે અત્યાર સુધી કુલ 1300થી વધુ લોકોના જીવ લીધા છે અને સિંધ પ્રાંતમાં હજુ પણ પાણી ભરાયેલા હોવાથી ખેડૂતો-પશુપાલકો કફોડી હાલતમાં છે.
છેલ્લા એક દાયકામાં સૌથી ભયાનક પૂરનો સામનો પાકિસ્તાન કરી રહ્યું છે. દિવસો સુધી પાકિસ્તાનના કેટલાક વિસ્તારો પાણીમાં ડૂબેલા રહેતાં લોકો સામે ખાવા-પીવાનું સંકટ તો છેજ, તેમની પાસે ઘર પણ નથી બચ્યાં.
પાણી નહીં ઓસરવાને કારણે અનેક રોગોનો પણ ખતરો વધી રહ્યો છે.
આ વીડિયોમાં જુઓ પાકિસ્તાનમાં પૂરથી સર્જાયેલ મુશ્કેલીઓ પર બીબીસી ગુજરાતી સમાચારની કવર સ્ટોરી.

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો
