મહાશક્તિ રશિયા સામે યુદ્ધમાં યુક્રેન આગળ, પોતાના વિસ્તારો કેવી રીતે પાછા લીધા?
પ્રકાશિત
યુક્રેન રશિયાએ યુદ્ધમાં કબજે કરેલા પ્રાંતો પરત મેળવી રહ્યું છે પણ આ સમયે યુક્રેને પશ્ચિમી દેશો પાસે વધુ હથિયારો અને સહાયની માગ કરી છે.
માત્ર 24 કલાકમાં જ પૂર્વ યુક્રેનનાં 20 ગામ પર યુક્રેનની સેનાએ ફરી કબજો કરી લીધા બાદ આ મદદ માગવામાં આવી છે.
રશિયાએ તેનો જવાબ આપતાં ખારકિએવ શહેર પર મિસાઇલ છોડી હતી જેને લીધે અંધારપાટ છવાઈ ગયો હતો. જોકે યુદ્ધ મેદાને લડતા અગ્રણી સૈન્ય કમાન્ડરે રાષ્ટ્રપતિ પુતિનની આ યુદ્ધનીતિને વખોડી.
બીબીસી સંવાદદાતા જેમ્સ વૉટરહાઉસનો કિએવથી અહેવાલ.

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો
