You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
મહારાણી એલિઝાબેથ દ્વિતીય અને પ્રિન્સ ફિલિપનાં શાહી લગ્નની કહાણી
બીજા વિશ્વ યુદ્ધના અંત સમયે રાજકુમારી એલિઝાબેથ ઑગ્ઝિલરી ટૅરિટોરિયલ સર્વિસમાં સામેલ થઈ ગયાં હતાં. ત્યાં તેઓ ગાડી ચલાવતાં અને તેને રિપૅર કરતાં શીખ્યાં.
8 મે 1945ના રોજ રાજકુમારી એલિઝાબેથે શાહી પરિવાર સાથે મળીને, વિશ્વ યુદ્ધના અંતની ઉજવણી કરી. જેમાં બ્રિટનની જીત થઈ હતી.
યુદ્ધના અંત બાદ તેઓ પ્રિન્સ ફિલિપ સાથે લગ્ન કરવા ઇચ્છતાં હતાં.
પરંતુ તેમના માર્ગમાં અનેક વિઘ્નો હતાં. એલિઝાબેથના પિતા કિંગ જ્યોર્જ પોતાની લાડકી દીકરીને દૂર મોકલવા માગતા ન હતા.
બીજી તરફ પ્રિન્સ ફિલિપ બીજા દેશના હોવાની બાબત પણ એક કારણ હતું.
જોકે વિઘ્નો દૂર થઈ ગયાં. 20 નવેમ્બર 1947માં બંનેએ લંડનમાં શાહી ચર્ચ વેસ્ટમિનસ્ટરમાં લગ્ન કરી લીધાં.
તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો