ગુજરાતના આદિવાસી વિદ્યાર્થીઓને ભણવા માટે કેમ કિલોમીટરો ચાલવું પડે છે?

પ્રકાશિત

નવસારી જિલ્લાના આદિવાસી બહુમતીવાળા વાંસદા તાલુકાના અનેક ગામો ડુંગરાળ વિસ્તારમાં આવેલા છે.

મહારાષ્ટ્ર સરહદ પાસે આવેલા ખાટાઆંબા ગામ વિસ્તારની દૃષ્ટિએ ઘણું મોટું છે.

19 ફળિયા અને 10 હજારની વસતી હોવા છતાં અહીંનાં બાળકોએ લગભગ સાત કિલોમિટર દૂર આવેલી સરકારી શાળામાં અભ્યાસ કરવા માટે જવું પડે છે.

ચોંકાવનારી બાબત એ છે કે આ ગામના 100થી વધુ વિદ્યાર્થીઓ એવા છે જે રોજ આ રીતે ચાલતાં-ચાલતાં શાળાએ જાય છે.

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો