ચીનમાં આવ્યો 6.8ની તીવ્રતાનો ભૂકંપ, 65થી વધુનાં મૃત્યુ, સેંકડો લોકો ગુમ
પ્રકાશિત
ચીનના સિચુઆન પ્રાંતમાં આવેલા ભૂકંપે તબાહી મચાવી છે.
રિક્ટર સ્કેલ પર 6.8ની તીવ્રતાવાળા આ ભૂકંપમાં સેંકડો લોકો ગુમ થયા છે.
સત્તાધીશો પ્રમાણે આ ભૂકંપના કારણે 65 લોકોનાં મૃત્યુ થયાં છે અને 170 લોકો ઇજાગ્રસ્ત છે.
ભૂકંપની તીવ્રતાનો અહેસાસ કેટલાક વીડિયોમાં કેદ થયો હતો. આ વીડિયોમાં હલતી ઇમારતો જોવા મળી હતી.
હાલમાં સ્થાનિક સત્તાધીશો દ્વારા રાહત અને બચાવકાર્ય હાથ ધરવામાં આવી રહ્યું છે.

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો
