પાકિસ્તાન પૂર : 'પાણીનો પ્રવાહ અમારા હાથમાંથી બાળકો તાણી ગયો'

વીડિયો કૅપ્શન, પાકિસ્તાન પૂર: "પાણીનો પ્રવાહ અમારા હાથમાંથી બાળકો તાણી ગયો"
પ્રકાશિત

પાકિસ્તાની સેના બલૂચિસ્તાનમાં બચાવકાર્યમાં લાગેલી છે. દેશમાં અભૂતપૂર્વ પૂરના કારણે એક હજાર લોકોનાં મૃત્યુ થયાં છે. મૃત્યુ પામેલા લોકો પૈકી ત્રીજા ભાગનાં બાળકો હોવાનું કહેવાઈ રહ્યું છે.

કેટલાય લોકોને એવાં ગામોમાંથી બચાવવામાં આવ્યા છે કે જેનો પૂરને કારણે સંપર્ક કપાઈ ગયો છે.

ઉત્તર-પશ્ચિમના મસ્તંગ જિલ્લામાં લોકો કહે છે કે બહુ ઓછી સહાય આવી છે.

સ્થાનિકો સીડીઓનો હોડી તરીકે ઉપયોગ કરી રહ્યા છે. જેથી તેઓ પૂરગ્રસ્ત વિસ્તારો સુધી પહોંચી શકે અને તેમની ઘરવખરી બચાવી શકે.

તેઓ કહે છે, "અમને ખબર નહોતી કે પાણી આવશે અને બધુ ડૂબી જશે."

"અમે અમારી પાસે બચી ગયેલા થોડા પૈસાથી ખાવા-પીવાની વ્યવસ્થા કરવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ."

પાકિસ્તાન જળપ્રલયની ભયાનકતા અંગે જૂઓ આ વીડિયો અહેવાલ...

લાઇન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો

લાઇન