પાંચ દીકરીઓને ઉછેરવા માટે લારી લઈ બિરયાની વેચવા નીકળતાં માતાની કહાણી

પ્રકાશિત

પાકિસ્તાનના આમના નઝીરે તેમનાં 15 વર્ષના લગ્નજીવનમાં પાંચ દીકરીઓને જન્મ આપ્યો, પરંતુ તેમના પતિએ દીકરીઓનો કદી સ્વીકાર ન કર્યો. પાંચમી દીકરીના જન્મ બાદ તો આમનાનું જીવન બદલાઈ ગયું, તેમના પતિએ તેમને છૂટાછેડા આપી દીધા હતા.

આમના બહાર નીકળ્યાં, તેમણે રહીમયાર ખાન શહેરમાં બિરયાનીની લારી કાઢી, આ બધું તેમણે ત્યારે કરવાનું શરૂ કર્યું, જ્યારે તેમની એક દીકરી નવજાત હતી.

તેમની દીકરીને કદી સ્કૂલનું શિક્ષણ ન મળ્યું, પરંતુ હવે આમના તેમને શાળાએ મોકલવા માગે છે, તેમને ઓળખપત્ર અને પુરાવાની જરૂર છે.

આમનાને આત્મવિશ્વાસ છે કે તેઓ જીવનના દરેક પડકારને પહોંચી વળશે. પ્રેરણા પૂરી પાડતી આમનાની કથની જાણવા માટે જુઓ આ વીડિયો અહેવાલ.

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો