હાથ કપાઈ ગયો તો સર્જરી કરાવી બીજાનો હાથ લગાવ્યો
પ્રકાશિત
એવું કહેવાય છે કે તમે તમારું ભાગ્ય તમારા હાથથી બનાવો છો.
પરંતુ જો તમારો હાથ કોઈ બીજાનો હોય તો?
હવે રાહુલ પેન પકડી શકે છે અને સરળતાથી લખી શકે છે.
શબ્દો અને વિચારો કાગળ પર વહે છે.
રાહુલે 2021 માં હાથ ટ્રાન્સપ્લાન્ટની સર્જરી કરાવી હતી.
હવે એક વર્ષ પછી તેમના હાથમાં સંવેદના છે અને હલનચલનમાં સુધારો થઈ રહ્યો છે.
આ નવા હાથે 22 વર્ષના રાહુલને નવી આશા આપી છે.
હવે આ હાથને રાહુલના શરીરે સ્વીકારી લીધો છે.

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો
