You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ભારતનાં પ્રથમ મહિલા એન્જીનિયર જે કોલસાની ખાણમાં કામ કરે છે
પ્રકાશિત
સામાન્ય રીતે કૉલ માઇનિંગમાં પુરુષો જ કામ કરતા દેખાય છે. જોકે, ઝારખંડના હજારીબાગમાં રહેતાં આકાંક્ષાકુમારી અંડરગ્રાઉન્ડ માઇનિંગ કરનારાં દેશનાં પ્રથમ મહિલા એન્જીનિયર છે.
સૅન્ટ્રલ કૉલફીલ્ડ્સ લિમિટેડના ઇતિહાસમાં આ પહેલો બનાવ છે જ્યારે કોઈ યુવતી અંડરગ્રાઉન્ડ માઇનિંગમાં લોકોનું નેતૃત્વ કરી રહી હોય.
બાળપણથી જ કોલસાની ખાણની આસપાસ ઊછરેલાં આકાંક્ષાને માઇનિંગ પ્રત્યેની જિજ્ઞાસા આ ક્ષેત્રમાં ખેંચી લાવી હતી.
તેમની સાથે કામ કરનારા લોકોનું માનવું છે કે કોઈ પણ ક્ષેત્રમાં જ્યારે એક મહિલા ભાગ લે ત્યારે લોકોની વિચારસરણીમાં આપોઆપ ફેરફાર આવી જાય છે.
તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો