ગુજરાતનાં વર્ષ 2002નાં કોમી રમખાણોના સાક્ષીઓ ભયમાં કેમ છે?

વીડિયો કૅપ્શન, ગુજરાતનાં વર્ષ 2002નાં કોમી રમખાણોના સાક્ષીઓ ભયમાં કેમ છે?
પ્રકાશિત

ગુજરાતનાં 2002નાં કોમી રમખાણોના કેસમાં નરોડા પાટિયામાં રહેતા સલીમ શેખની જુબાનીને કારણે ભાજપનાં ભૂતપૂર્વ ધારાસભ્ય માયા કોડનાણી અને તેમના ચાર સહયોગીઓને આજીવન કારાવાસની સજા થઈ હતી.

કોર્ટની ઓળખ પરેડ દરમિયાન શેખે આ તમામ લોકોને કોર્ટમાં ઓળખી બતાવ્યાં હતાં. કોર્ટ સમક્ષ જુબાની આપનારા પૈકી કેટલાક સાથે બીબીસીએ વાત કરી.

કેટલાકે નામ નહીં આપવાની શરતે વાત કરી.

સલીમ શેખ જેવા અમુક લોકોએ સાક્ષી થયા પછીના પોતાના જીવનની વાત કરી.

બિલકીસબાનોના કેસમાં સરકારે દોષિતોને છોડી મૂક્યા છે ત્યારે વાંચો, આ અગાઉ જામીન પર મુક્ત કરાયેલા કેટલાક દોષિતોના કારણે કેવી રીતે રમખાણોના પીડિતોનાં જીવન મુશ્કેલીભર્યાં બન્યાં છે.

લાઇન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો

લાઇન