બિલકીસબાનોના ગામ રણધીકપુરના મુસ્લિમો ઘર છોડીને કેમ જઈ રહ્યા છે?

પ્રકાશિત

દાહોદ જિલ્લાનું રણધીકપુર ગામ ગોધરાથી લગભગ 50 કિલોમિટર દૂર આવેલું છે. તા. 27 ફેબ્રુઆરી 2002ના રોજ ગોધરામાં જ્યારે સાબરમતી ઍક્સપ્રેસ ટ્રેનમાં આગની ઘટના બની અને રમખાણો ફાટી નીક્યાં, ત્યારે બિલકીસબાનો રણધીકપુરમાં જ હતાં.

રમખાણોથી બચવા તેમનો પરિવાર ગામ છોડીને લપાતો-છૂપાતો ભાગી નીકળ્યો, ત્યારે રણધીકપુરથી દસ કિલોમિટર દૂર છાપરવડ ગામના પાણીવેલા વિસ્તારમાં ટેકરીઓ પાસે તેમનાં પર ગૅંગરેપ થયો હતો અને તેમના પરિવારજનોની હત્યા કરી દેવામાં આવી હતી, ઘટના પછી રણધીકપુર રાજ્ય તથા રાષ્ટ્રીયસ્તરે ચર્ચામાં આવ્યું હતું.

બિલકીસબાનો કેસના દોષિતોને છોડી મૂકવામાં આવ્યા ત્યાર બાદ તેમના ગામના લોકોમાં ડર છે.

રણધીકપુરના ચૂંદડી રોડ ઉપરાંત બિલવાળ ફળિયામાં મુસ્લિમોની વસતી છે. 15 ઑગસ્ટે દોષિતોના છૂટ્યા પછી આ મહોલ્લામાંથી મુસ્લિમ પરિવારોનું પલાયન ચાલુ થયું એવું સ્થાનિકોનું કહેવું છે.

વીડિયો : તેજસ વૈદ્ય / પવન જયસ્વાલ

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો