બિલકીસબાનોના ગામ રણધીકપુરમાંથી કેટલાક મુસ્લિમો કેમ કરી રહ્યા છે પલાયન?
પ્રકાશિત
બિલકીસબાનો કેસના 11 દોષિતો જેલમાંથી મુક્ત થયા બાદ બિલકીસ બાનોના વતન રણધીકપુરમાંથી કેટલાક મુસ્લિમો ભયને કારણે ઘર છોડીને ભાગી રહ્યા છે.
વર્ષ 2002માં થયેલાં તોફાનોના કેસોમાં જે સાક્ષીઓ હતા તેમનામાં પણ ફફડાટ ફેલાયો છે.
સુપ્રીમ કોર્ટે પણ દોષિતોને મુક્ત કરવા મામલે ગુજરાત અને કેન્દ્ર સરકારને નોટિસ ફટકારી જવાબ માગ્યો છે.

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો
