You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
રાજકોટનો મેળો : બે બાળકોનાં માતા જે મોતના કૂવામાં જીવના જોખમે ખેલ કેમ બતાવે છે?
પ્રકાશિત
આ પાયલની કહાણી છે, તેમનું કામ આ મોતના કૂવામાં જીવ સટોસટના ખેલ કરવાનું છે.
જીવના જોખમે તેઓ રાજકોટના મેળામાં દર્શકોને મનોરંજન પૂરું પાડી રહ્યાં છે.
મોતનો કૂવો હંમેશાં મેળાનું મુખ્ય આકર્ષણ છે. જેમાં બાઇક અને કાર દ્વારા જીવના જોખમે સ્ટંટ કરવામાં આવે છે. પાયલ મોતના આ કૂવામાં સ્ટન્ટ કરનારાં એકમાત્ર મહિલા કરતબબાજ છે, જેમનાં કરતબો જોઈને લોકો અચંબામાં પડી જાય.
પાતળો બાંધો ધરાવતાં પાયલ બે બાળકોનાં માતા છે, પરિવારનું ગુજરાન ચલાવવું એ તેમની જવાબદારી છે, પણ આ જોખમી કામ કરવું તેમનો શોખ પણ છે.
પાયલે આ માટે ખાસ તાલીમ લીધી છે.
વીડિયો : બિપિન ટંકારિયા/સુમિત વૈદ
તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો