મેહુલ બોઘરા : વિધાનસભાની ચૂંટણી લડવા વિશે શું બોલ્યા મેહુલ બોઘરા?

પ્રકાશિત

સુરતમાં ગત 18 જુલાઈના રોજ સામાજિક કાર્યકર અને વકીલ મેહુલ બોઘરા પર જીવલેણ હુમલાનો વીડિયો ફરતો થયો હતો.

આ હુમલો કથિત TRB (ટ્રાફિક બ્રિગેડ) સુપરવાઇઝર સાજન ભરવાડે કર્યો હતો. બોઘરાએ તેમના પર હપ્તા લેવાનો આરોપ લગાવ્યો હતો.

મેહુલ બોઘરા સુરતના કૅનાલ રોડ ખાતે ટ્રાફિકજવાનો દ્વારા આચરાઈ રહેલ કથિત ભ્રષ્ટાચારનો પર્દાફાશ કરવા ફેસબુક લાઇવ કરી રહ્યા હતા. તે દરમિયાન આ હુમલો કરાયો હતો.

આ સમગ્ર ઘટનાક્રમના ઘેરા પ્રત્યાઘાત પડ્યા હતા. વકીલ મેહુલ બોઘરાના સમર્થકોએ સુરત પોલીસ અને ટ્રાફિકજવાનોની કથિત સાંઠગાંઠ અને કથિત ભ્રષ્ટાચાર સામે મોરચો માંડ્યો હતો.

સોશિયલ મીડિયા પર પણ આ હુમલાની ભારે ટીકા થઈ હતી તેમજ મેહુલ બોઘરાના સમર્થનમાં લોકજુવાળ જોવા મળ્યો હતો.

બીબીસી ન્યૂઝ ગુજરાતી સાથેની વાતચીતમાં મેહુલ બોઘરાએ રાજકારણથી માંડીને તેમની સામાજિક પ્રવૃત્તિ, ભ્રષ્ટાચાર સામેની તેમની લડત અને તેમના વ્યક્તિગત જીવન વિશે મુક્તમને વાત કરી. જુઓ આ ઇન્ટરવ્યૂના કેટલાક અંશો.

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો