પંજાબ : ખેડૂતે પોતાનો 1 કરોડનો બંગલો કેવી રીતે 500 ફૂટ દૂર હઠાવી દીધો?

પ્રકાશિત

પંજાબમાં એક આખે આખા ઘરને એની જગ્યાએથી ખસેડવાનો અનોખા પ્રયાસ થઈ રહ્યો છે.

સંગરુરના એક ખેડૂત તેમના બે માળના ઘરને તેની હાલની જગ્યાએથી 500 ફૂટ દૂર ખસેડી રહ્યા છે. અને એનું કારણ પણ રસપ્રદ છે.

તેઓ નવા બની રહેલા દિલ્હી-અમૃતસર-કતરા ઍક્સપ્રેસવેને જગ્યા આપવા માટે તેમના ઘરને ખસેડી રહ્યા છે.

સુખવિંદરસિંઘ સુખી નામના ખેડૂતે તેમને વળતર મળતું હોવા છતાં તેમના ઘરને ખસેડવાનો નિર્ણય લીધો.

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો