હૈદરાબાદ : માની પૂરી કરી ઇચ્છા, બહેનનાં લગ્નમાં ભાઈ લાવ્યો મૃત પિતાને

વીડિયો કૅપ્શન, પિતાના નિધન બાદ બહેનનાં લગ્નમાં ભાઈની લાગણીસભર ભેટ, હાજર તમામ લોકો રડી પડ્યા
પ્રકાશિત

હૈદરાબાદના અવુલા ફનીકુમારે બહેનનાં લગ્નમાં અનોખી ભેટ આપી, આ ભેટ હતી પિતાની પ્રતિમા.

તેમણે આ પ્રતિમા દ્વારા કન્યાદાનની વિધિ કરી. આ તેમની માતાની ઇચ્છા હતી.

ફનીકુમાર અમેરિકામાં રહે છે. એપ્રિલ, 2021માં તેમના પિતા સહિત ઘરના પાંચ સભ્યોને કોરોના થયો.

તેમના પિતાનું મોત થયું. તેમના ઘરે પહોંચ્યાના એક સપ્તાહમાં વધુ બે પરિવારજનોનાં મોત થયાં.

ત્યાર બાદ તાજેતરમાં યોજાયેલ તેમની બહેનનાં લગ્નમાં તેમણે આ ભેટ આપી હતી.

જુઓ, આ વીડિયો અહેવાલ...

લાઇન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો

લાઇન