બિલકીસબાનો કેસ : દોષિતોને છોડી મુકાતાં બિલકીસના વકીલ શું બોલ્યા?

વીડિયો કૅપ્શન, બિલકીસબાનો કેસ : દોષિતોને છોડી મુકાતાં બિલકીસના વકીલ શું બોલ્યા?
પ્રકાશિત

2002માં થયેલાં રમખાણો દરમિયાન બિલકીસબાનો પર સામૂહિક બળાત્કાર થયો હતો. ન્યાય માટેની લાંબી લડત બાદ અંતે 11 દોષિતોને સજા ફટકારાઈ હતી, 15 ઑગસ્ટે તમામ દોષિતોને ગોધરા સબજેલમાંથી છોડી દેવાયા હતા.

આ દોષિતોએ 15 વર્ષથી વધુ સમય જેલમાં કાપ્યો હતો અને એક દોષિતે સુપ્રીમ કોર્ટમાં સજામાફી માટે અરજી કરી હતી.

સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારને આ સજામાફી અંગે વિચારણા કરવા કહ્યું હતું અને એક કમિટીની રચના કરી હતી.

આ કમિટીએ દોષિતોના પક્ષમાં નિર્ણય આપ્યા બાદ તેમને છોડવામાં આવ્યા હતા. દોષિતો સજામુક્ત થતાં બિલકીસબાનો અને તેમનો પરિવાર દુખી છે.

લાઇન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો

લાઇન