ખેડા : એક તરફી પ્રેમમાં 46 વર્ષના આરોપીએ 17 વર્ષની સગીરાને રહેંસી નાખી
પ્રકાશિત
સુરતના ચકચારી ગ્રીષ્મા વેકરિયા હત્યાકાંડ જેવો બનાવ ખેડાના માતર તાલુકાના ત્રાજ ગામે નોંધાયો છે, જ્યાં આરોપીએ સ્ટેશનરી વપરાશના કટર દ્વારા સગીરાની સરાજાહેર હત્યા કરી નાખી હતી.
બુધવારે સાંજે સાતેક વાગ્યે સગીરા તેમનાં બહેનપણી સાથે બહાર ગયાં હતાં, ત્યારે આરોપીએ જીવલેણ હુમલો કર્યો હતો.
પોલીસે અલગ-અલગ ટીમ બનાવીને આરોપીની ધરપકડ કરી છે અને હત્યાના કારણ અંગે તપાસ હાથ ધરી છે.

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો
