ઇઝરાયલી દળો અને પેલેસ્ટાઇન વચ્ચેના ઘર્ષણમાં ગાઝા પટ્ટીમાં 35ના જીવ ગયા

વીડિયો કૅપ્શન, નવી ઘાતકી અથડામણમાં 35ના જીવ ગયા...
પ્રકાશિત

ગાઝામાં ગત વર્ષના યુદ્ધ પછીની સૌથી ભીષણ લડાઈને એક અઠવાડિયાથી વધુનો સમય થયો.

હાલની અથડામણમાં ઇઝરાયલી દળોએ પૅલેસ્ટાઇનિયન ઇસ્લામિક જેહાદના નેતૃત્વને નિશાન બનાવતાં જણાવ્યું કે તેઓ ઇઝરાયલી નાગરિકો પર હુમલાની યોજના બનાવી રહ્યા છે.

અને PIJ ચરમપંથીઓએ ઇઝરાયલ પર લગભગ એક હજાર રૉકેટ છોડ્યાં હતાં. યુદ્ધવિરામ તો છે પણ ગાઝાના લોકો તેની કિંમત ચૂકવી રહ્યા છે.

ગાઝાનું આરોગ્ય મંત્રાલય કહે છે કે આમાં 35 નાગરિકો મૃત્યુ પામ્યા છે, તેમાં અડધા બાળકો છે. જોઈએ બીબીસી મધ્ય-પૂર્વ સંવાદદાતા ઍના ફોસ્ટરનો ગાઝાથી આ અહેવાલ.

લાઇન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો

લાઇન