મળો યુકેમાં ગુજરાતી રેસ્ટોરાં ચલાવતા ગુજરાતી દાદીને

વીડિયો કૅપ્શન, 85 વર્ષીય મંજુબહેન પટેલ યુકેમાં ગુજરાતી રેસ્ટોરાં ધરાવે છે.
પ્રકાશિત

85 વર્ષીય મંજુબહેન પટેલ યુકેમાં લંડનથી 77 કિલોમીટર દૂર આવેલા બ્રાઇટનમાં ગુજરાતી રેસ્ટોરાં ધરાવે છે.

વર્ષ 1936માં ગુજરાતમાં જન્મેલા મંજુબહેન પોતાના પરિવાર સાથે યુગાન્ડા સ્થાયી થયા હતા. જ્યાં 1964માં તેમના લગ્ન થયા હતા.

1972 સુધી તેમનું જીવન યોગ્ય રીતે ચાલતું હતું એવામાં અચાનક જ તાનાશાહ ઇદી અમીને એશિયનોને દેશમાંથી ચાલ્યા જવાનું ફરમાન કરતાં તેઓ યુકે આવીને વસ્યા હતા.

શરૂઆતથી જ ભોજન બનાવવામાં રસ ધરાવતા મંજુબહેન ખુદનું રેસ્ટોરાં શરૂ કરવા ઇચ્છતા હતા અને મહામહેનતે તેમણે એમ કર્યું પણ ખરું.

અત્યારે તેઓ તેમના બે પુત્રો અને પુત્રવધુઓ સાથે મળીને બ્રાઇટનમાં ગુજરાતી રેસ્ટોરાં ચલાવે છે અને યુકેમાં સ્વાદ રસિકોને ગુજરાતી ભોજનનો સ્વાદ પીરસે છે.

લાઇન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો

લાઇન