આર્થિક સંકટ : ચીન પણ બેરોજગારી અને મોંઘવારીથી પરેશાન, મંદીનાં વાદળ કેમ ઘેરાયાં?

વીડિયો કૅપ્શન, યુક્રેન-રશિયા યુદ્ધની પીડા, સૈનિકોના મૃતદેહો પરિવારોને સોંપવાની જહેમત GLOBAL
પ્રકાશિત

સમગ્ર વિશ્વના અનેક દેશો મોંઘવારી અને બેરોજગારીની સમસ્યાનો સામનો કરી રહ્યા છે, આમાં ભારતનો પણ સમાવેશ થાય છે.

અમેરિકા, યુરોપ સહિત એશિયાના અનેક દેશો પણ ભયંકર મોંઘવારી અને બેરોજગારીની સમસ્યાનો સામનો કરી રહ્યા છે.

આની પાછળ કોરોના મહામારી અને યુક્રેન રશિયા યુદ્ધને જવાબદાર ગણવામાં આવી રહ્યા છે.

ત્યારે ચીનના અર્થતંત્ર પર પણ આની અસર જોવા મળી રહી છે. ચીનનો આર્થિક વિકાસદર 10 ટકા આસપાસ રહેતો આવ્યો છે જે હવે ઘટ્યો છે.

ચીનની અર્થવ્યવસ્થાના નવા આંકડાથી ખબર પડે છે કે ત્યાં કોરોનાની નવી લહેર બાદ લાગુ કરેલા લૉકડાઉનને કારણે લોકોના ખર્ચામાં ઘટાડો થયો છે અને બેરોજગારી વધી છે.

ચીને ઝીરો કોવિડ નીતિ અખત્યાર કરી છે જેને કારણે વિશ્વનું મૅન્યુફૅક્ચરિંગ હબ મનાતા ચીનમાંથી વિદેશી રોકાણકારોએ પણ હવે મોં ફેરવવાનું શરૂ કર્યું છે.

આ સિવાય અહીં રિયલ ઍસ્ટેટ પર બૅન્કના વધતા કરજને કારણે મંદીનાં વાદળો છવાઈ ગયાં છે.

આ જ વિષય પર જુઓ બીબીસી ગુજરાતી સમાચારની કવર સ્ટોરી.

લાઇન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો

લાઇન