કચ્છ : જુવાન દીકરો ગુજરી ગયો તો સાસુ-સસરાએ પુત્રવધૂને ફરી પરણાવવા પુત્ર દત્તક લીધો

વીડિયો કૅપ્શન, જુવાન દીકરો મરી ગયો તો સાસુ-સસરાએ વહુનાં ફરી લગ્ન કરાવ્યાં
પ્રકાશિત

કચ્છના માંડવી તાલુકાના વરજડી ગામમાં રહેતાં મીતલબહેનનાં લગ્ન સચીન ભીમાણી સાથે વર્ષ 2010માં થયાં હતાં.

એક નવીનવેલી દુલહન જે રીતે લગ્ન બાદ સુખી જીવનની કલ્પના કરતી હોય એ રીતે મિત્તલ પણ લગ્ન બાદ સચીનભાઈ સાથે આવા જ સપનાં જોઈ રહ્યાં હતાં.

કામ કરતી વખતે અચાનક શૉક લાગતા સચીનભાઈનું મૃત્યુ હતું. પતિના ગયા બાદ મિત્તલ બિલકુલ તૂટી ચૂક્યાં હતાં.

ઉપરથી બન્ને દીકરાઓની જવાબદારી પણ માથે હતી. સાસુ-સસરા તો એ આઘાતમાંથી બહાર નહોતા આવી શકતા કે તેમના નસીબમાં જુવાન દીકરાનો મૃત ચહેરો જોવાનું લખ્યું હતું.

વીડિયો : પ્રશાંત ગુપ્તા / રવિ પરમાર

લાઇન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો

લાઇન