સુરતમાં રક્ષાબંધનનો અનેરો ઉત્સાહ, બનાવાઈ દસ લાખની રાખડી
પ્રકાશિત
ડાયમંડ સિટીની ઓળખ ધરાવતા સુરતમાં રક્ષાબંધનની કંઈ અલગ જ રોનક છે.
અહીં દસ લાખ રૂપિયાની કિંમતની હીરાજડિત રાખડી બનાવવામાં આવી છે.
સુરતમાં સોના-ચાંદી અને હીરાથી લઈને પ્લેટિનમની રાખડીઓ ડિસ્પ્લેમાં જોવા મળે છે.
આવી રાખડીઓ ખરીદવા માટે છેક મુંબઈથી ગ્રાહકો સુરત આવી રહ્યા છે. જુઓ આ વિશેષ અહેવાલ.

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો
