You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
રાંધણ ગૅસ મોંઘો થતા ફરી ચૂલો ફૂંકવાં મજબૂર ગ્રામીણ મહિલાઓની વાત
પ્રકાશિત
ભારતમાં મોંઘવારી સતત વધી રહી છે, પેટ્રોલ-ગૅસ, એલપીજી ગૅસથી લઈને ખાવા-પીવાની વસ્તુઓના ભાવ સતત વધી રહ્યા છે ત્યારે સામાન્ય લોકો માટે જીવનનિર્વાહ કરવું મુશ્કેલ બન્યું છે.
ઘર-પરિવારનું ગુજરાન ચલાવવા માટે સામાન્ય ચીજ વસ્તુઓ માટે લોકોને વધારે ખર્ચ કરવો પડી રહ્યો છે જેનાથી તેમના બજેટ પર અસર પડી રહી છે.
ત્યારે ગ્રામીણ મહિલાઓને ગૅસ સિલિન્ડર આપતી સરકારની ઉજ્જવલા યોજના હેઠળ આ મહિલાઓને સિલિન્ડર તો મળ્યા પણ મોંઘવારીએ માઝા મૂકતા ફરી તેઓ ચૂલા ફૂંકવાં મજબૂર થયાં છે.
આ વીડિયોમાં જાણો મહારાષ્ટ્રના ગ્રામીણ મહિલાઓની મુશ્કેલી.
તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો