અફઘાનિસ્તાન : ગર્ભવતી મહિલાઓ અને નવજાતના જીવનસંઘર્ષ પર બીબીસીનો ગ્રાઉન્ડ રિપોર્ટ

પ્રકાશિત

અફઘાનિસ્તાન. ધરતી પરનો એ પ્રદેશ જ્યાં માનવી માટે સંઘર્ષ અટકવાનું નામ જ નથી લઈ રહ્યો. પણ ગર્ભવતી મહિલાઓ અને બાળકો માટે હવે તે જીવલેણ બની રહ્યો છે.

અફઘાનિસ્તાનમાં આશરે છેલ્લા એક વર્ષથી સત્તામાં તાલિબાન સત્તામાં છે.

આટલા સમયમાં સ્વાસ્થ્ય સેવાઓ એટલી હદે કથળી છે કે તેની કિંમત ગર્ભવતી મહિલાઓ અને નવજાત બાળકો જીવ ગુમાવીને ચૂકવી રહ્યાં છે.

જોઈએ અફઘાન મહિલાઓના સંઘર્ષ પર આજની કવર સ્ટોરી.

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો