You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
બિહાર : પુરુષોના પ્રભુત્વવાળા ક્ષેત્રમાં પ્રવેશીને સફળ થનાર મહિલાની કહાણી
પ્રકાશિત
બિહારનાં શાઝિયા કૈસરે જૂતાંની સફાઈ માટે શૂ લૉન્ડ્રી શરૂ કરી છે.
વર્ષ 2014માં તેમણે શૂ લૉન્ડ્રી શરૂ કરી ત્યારે લોકો સવાલ કરતા હતા કે કપડાં ધોવા માટે લૉન્ડ્રી હોય, જૂતાં માટે તે કંઈ લૉન્ડ્રી હોય?
જોકે, શાઝિયા પોતાના નવીન સ્ટાર્ટઅપને લઈને મક્કમ રહ્યાં અને આખરે તેમણે સફળતા હાંસલ કરી.
રસપ્રદ વાત એ છે કે તેઓ ફિઝિયૉથૅરપિસ્ટ છે.
તેમણે જાણીજોઈને પુરુષ પ્રભુત્વ ધરાવતું આ ક્ષેત્ર પસંદ કર્યું છે.
જુઓ, આ ખાસ વીડિયો રિપોર્ટ.
તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો