હિંમતનગર : માતા-પિતાએ નવજાત બાળકીને જીવતેજીવ કેમ માટીમાં દાટી દીધી હતી?

વીડિયો કૅપ્શન, હિંમતનગર : માતા-પિતાએ નવજાત બાળકીને જીવતેજીવ કેમ માટીમાં દાટી દીધી હતી?
પ્રકાશિત

હિંમતનગરના ગાંભોઈ ગામમાં ઉત્તર ગુજરાત વીજકંપની લિમિટેડની ઑફિસ આવેલી છે. આ ઑફિસમાં ગુરુવારે સવારે અચાનક એક અવાજ સંભળાયો હતો.

આ અવાજ કોઈકના રડવાનો હતો. જેથી ઑફિસનો સમગ્ર સ્ટાફ ઑફિસની પાછળ આવેલા ખેતરમાં દોડી ગયો હતો અને અવાજની દિશામાં શોધ શરૂ કરી હતી.

મૂળ સુધી પહોંચ્યા બાદ તેમને ખ્યાલ આવ્યો કે ખેતરમાં ખાડો ખોદીને કોઈકે એક નવજાત બાળકીને ત્યાં જીવતી દાટી દીધી હતી.

લાઇન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો

લાઇન