જમ્મુ-કાશ્મીર : કલમ 370 હઠાવાયાનાં ત્રણ વર્ષ બાદ રોજગારી પૂરી પાડવાના સરકારના દાવાનું શું છે સત્ય? ગ્રાઉન્ડ રિપોર્ટ

પ્રકાશિત

બરાબર ત્રણ વર્ષ પહેલાં ભારતના ગૃહમંત્રી અમિત શાહે જમ્મુ-કાશ્મીરને વિશેષ દરજ્જો આપતી બંધારણનો અનુચ્છેદ 370 હઠાવી, તત્કાલીન રાજ્યનો વિશેષ દરજ્જો સમાપ્ત કરી દીધો હતો.

વિશેષ દરજ્જો સમાપ્ત કરાવાની સાથોસાથ રાજ્યને બે કેન્દ્રશાસિત પ્રદેશોમાં વિભાજિત કરી દેવાયું. આ સમયે એવો દાવો કરાયો હતો કે આવું કરવાથી કાશ્મીરમાં નવી તકોનું સર્જન થશે અને ત્યાંના લોકોને પણ ભારતીય સમાજના મુખ્ય પ્રવાહ સાથે સામેલ કરી શકાશે.

આ વાયદાઓમાં એક વાયદો રોજગારીનો પણ હતો. અવારનવાર કેન્દ્રીય મંત્રીઓ દ્વારા દાવો કરાય છે કે કેન્દ્રની મોદી સરકારે 370 હઠાવ્યા બાદથી રાજ્યમાં યુવાનો માટે નવી તકોનું નિર્માણ થયું છે. પરંતુ તેની હકીકત શું છે? જાણવા માટે જુઓ બીબીસી ગુજરાતીનો ગ્રાઉન્ડ રિપોર્ટ.

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો