લમ્પી વાઇરસ : ગુજરાતનું એ ગામ જ્યાં સેંકડો ગાયો ટપોટપ મરી ગઈ - ગ્રાઉન્ટ રિપોર્ટ

વીડિયો કૅપ્શન, લમ્પી વાઇરસ : ગુજરાતનું એ ગામ જ્યાં સેંકડો ગાયો ટપોટપ મરી ગઈ
પ્રકાશિત

ગુજરાત સરકારના આંકડા મુજબ, રાજ્યમાં લમ્પી વાઇરસથી 1400થી વધુ પશુઓનાં મૃત્યુ થયાં છે. જોકે બિનસરકારી અહેવાલો 25,000થી વધારે પશુઓનાં મૃત્યુનો અંદાજ લગાવી રહ્યા છે.

આ વાઇરસની ગુજરાતમાં છેલ્લાં બે વર્ષથી હાજરી હોવા છતાં સરકાર તેની સામે અસરકારક પગલાં ભરી શકી ન હોવાનું ઘણા ખેડૂતોનું માનવું છે.

મુખ્યત્વે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં લમ્પી વાઇરસનો કેર સૌથી વધુ જોવા મળ્યો છે. આ વાઇરસની અસર રાજ્યના 20 જિલ્લામાં જોવા મળી છે અને એના લીધે 54,000 જેટલાં પશુઓ બીમાર પડ્યાં છે.

કચ્છના જે ગામમાં ટપોટપ ગાયો મરી ગઈ, ત્યાં હવે શું છે સ્થિતિ? બીબીસી ગુજરાતીનો ગ્રાઉન્ડ રિપોર્ટ

લાઇન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો

લાઇન