You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
મોદીએ જે બુંદેલખંડ એક્સપ્રેસ વેનું ઉદ્ઘાટન કર્યું એ પાંચ જ દિવસમાં કેવી રીતે ઘસી ગયો?
પ્રકાશિત
બુંદેલખંડ ઍક્સપ્રેસ વેની ચર્ચા દેશભરમાં છે. આ એ જ ઍકસ્પ્રેસ વે છે, જેનું ઉદ્ઘાટન વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 16 જુલાઈના રોજ કર્યું હતું.
જોકે ઉદ્ઘાટનના પાંચ દિવસમાં જ ઍક્સપ્રેસ વે અનેક જગ્યાએથી જમીનમાં ધસી ગયો. પહેલાં જ વરસાદમાં હાઈવેની જે હાલત થઈ તેનાં દૃશ્યો વાઇરલ બન્યાં હતાં.
લગભગ 15000 કરોડ રૂપિયાના ખર્ચે બનેલા 296 કિલોમીટર લાંબા આ ઍક્સપ્રેસ વેની ગુણવત્તા પર સવાલો ઊઠી રહ્યા છે. જુઓ બીબીસી સંવાદદાતા બ્રજેશ મિશ્રનો રિપોર્ટ.
તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો