બોટાદ લઠ્ઠાકાંડમાં જવાન દીકરો, પતિ, પિતા ગુમાવનાર પરિવારજનો શું બોલ્યા?

વીડિયો કૅપ્શન, બોટાદ લઠ્ઠાકાંડમાં જવાન દીકરો, પતિ, પિતા ગુમાવનાર પરિવારજનો શું બોલ્યા?
પ્રકાશિત

બોટાદના લઠ્ઠાકાંડમાં રોજિદ ગામમાં સૌથી વધારે મોત થયાં હતાં. દરમિયાન બીબીસી સંવાદદાતા રૉક્સી ગાગડેકર છારાએ સતત ત્રણ દિવસ સુધી રોજિદ ગામના એ પરિવારોની મુલાકાત લીધી અને તેમનું દર્દ જાણવાનો પ્રયાસ કર્યો..

જુઓ આ કરૂણંતિકાનાં એ ભયાવહ દૃશ્યો. ઉપરોક્ત પરિવારોની પરિસ્થિતિ પરથી ખ્યાલ આવે છે કે આ 'લઠ્ઠાકાંડ'માં પરિવારો કેવી રીતે બરબાદ થયાં છે. આ પરિવારો મુખ્યત્વે દલિત, વાલ્મિકી, ઠાકોર, નાયક તેમજ અન્ય પછાત વર્ગના છે.

ઉલ્લેખનીય છે ગુજરાતમાં દારૂ પ્રતિબંધિત છે અને તેમ છતાં અનેક વાર દેશી-વિદેશી દારૂ ઝડપાતો હોય છે. અનેક લોકો પ્રતિબંધ છતાં દારૂ સરળતાથી મળી રહે છે તેની પાછળ પોલીસ, રાજકારણીઓ અને બૂટલેગરોની સાંઠગાંઠને કારણ

ગણાવે છે.

તાજેતરમાં બોટાદ જિલ્લામાં કથિતપણે ઝેરી દારૂ (કેમિકલ) પીવાથી 40 જેટલા લોકોનાં મૃત્યુ થયાં છે. ત્યારે ગુજરાતમાં દારૂબંધી અને દારૂ પીનારા લોકોને લઈને ચર્ચા શરૂ થઈ છે. એક તરફ પોલીસે બોટાદ લઠ્ઠાકાંડના આરોપીઓને પકડવાની કાર્યવાહી શરૂ કરી દીધી છે અને રાજ્યભરમાં દેશી દારૂના અડ્ડા પર દરોડા પાડવામાં આવી રહ્યા છે.

પોલીસ વારંવાર ગુજરાતમાં વેચાતા દારૂને પકડવાની કાર્યવાહી કરતી હોય છે, તેમ છતાં લોકો દારૂ સુધી અને દારૂ લોકો સુધી પહોંચી જ જતો હોય છે.

લાઇન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો

લાઇન