પેટ્રોલ અને બેટરી પર ચાલતું સ્કૂટર, અમદાવાદીનો અનોખો જુગાડ

પ્રકાશિત

એક નજરે જોતા સામાન્ય લાગતુ આ સ્કૂટર બેટરી અને પેટ્રોલ બંન્ને પર ચાલી શકે છે. આપણને સવાલ થાય કેવી રીતે?

ઇલેક્ટ્રિક સ્કૂટરની જેમજ આ પેટ્રોલ સ્કૂટરમાં બેટરી અને જનરેટર મોટર ફિટ કરવામાં આવી છે. અમદાવાદના વિપુલ પટેલે આ સ્કૂટર બનાવ્યુ છે. વિપુલ પટેલ જનરેટરનો વ્યવસાય કરે છે. તેમનું કહેવુ છે કે ઇલેક્ટ્રિક વાહનોમાં બેટરી સમાપ્ત થઈ જતા લાંબા અંતરનો પ્રવાસ કરવો મુશ્કેલ થાય છે તેથી તેમને આ વિચાર આવ્યો.

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો