વડોદરા : અંધ હોવા છતાં જાતે પરીક્ષા લખી 82 ટકા મેળવનારી વિદ્યાર્થિનીની કહાણી

પ્રકાશિત

વડોદરા ની ખુશાલી, ખુશાલી જન્મથી જ અંધ છે. ખુશાલી અને તેમનો ભાઈ ટ્વિન્સ છે અને બંનેને આંખમાં તકલીફ છે.

ખુશાલીએ CBSE બોર્ડમાં 10માની પરીક્ષા આપી હતી અને તેમાં 82 ટકા મેળવ્યા છે. ખાસ વાત એ છે કે ખુશાલીએ આ પરીક્ષાના પેપર જાતે જ લખ્યા છે અને એ પણ લેપટોપની મદદથી.

આ માટે ખુશાલીએ જાતે માથા પર લગાવવાના ચાંદલાની એક ટેકનિક વિકસાવી, જેનાથી તેમને ટાઇપ કરવામાં સરળતા રહે છે.

વીડિયો: રાજીવ પરમાર/દિતિ બાજપેઈ

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો