બોટાદ લઠ્ઠાકાંડ : એક પછી એક બન્ને દીકરાઓએ દમ તોડ્યો, વૃદ્ધ મા-બાપને ખાવાનાં ફાંફાં

પ્રકાશિત

આકરુ ગામમાં રહેતા માવજીભાઈ ચાવડાના 40 વર્ષના દીકરા કિશનભાઈ અને ૨૩ વર્ષના ભાવશેભાઈએ ઝેરી દારૂ પીધો હતો.

ઝેરી દારૂની અસરને લીધે એક દીકરાની તબિયત બગડતા તેમને દવાખાને લઈ ગયા પરંતુ રસ્તામાં તેમણે દમ તોડી દીધો.

જ્યારે તેના અંતિમસંસ્કાર કરીને પરત આવ્યા તો બીજા દીકરાનો પણ શ્વાસ રૂંધાવા લાગ્યો અને માતાના ખોળામાં તેમનો પણ જીવ જતો રહ્યો.

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો