હૈદરાબાદ : માથાથી જોડાયેલી બહેનોએ 12મા ધોરણમાં મેળવેલી સફળતાની કહાણી

વીડિયો કૅપ્શન, માથાથી જોડાયેલાં આ બંને બહેનોએ બારમામાં ધોરણમાં સિદ્ધી હાંસલ કરી
પ્રકાશિત

મળો 12મા ધોરણની પરીક્ષામાં ખૂબ સારા માર્ક્સ સાથે પાસ થનારાં હૈદરાબાદનાં બહેનોને જેઓ માથાંથી જોડાયેલાં છે.

તેમને ભવિષ્યમાં સીએ બનવું છે. તેઓ માત્ર ભણવામાં જ બહેતર નથી બલકે તેમને ડ્રૉઇંગનો પણ શોખ છે, નવરાશની પળોમાં તેઓ આર્ટ અને ક્રાફ્ટ પણ કરે છે.

વીણા અને વાણીને તેમનાં માતાપિતા દ્વારા ત્યજી દેવામાં આવ્યાં હતાં કારણ કે તેમને લાગ્યું હતું કે તેઓ તેમનો ઉછેર નહીં કરી શકે.

પ્રારંભનાં થોડાં વર્ષો તેઓ નિલોફર હૉસ્પિટલમાં રહ્યાં અને 2017માં તેમને તેલંગાણાના વુમન ઍન્ડ ચાઇલ્ડ વૅલ્ફેર ડિપાર્ટમેન્ટમાં શિફ્ટ કરવામાં આવ્યાં.

એ બાદ જે થયું, એ જુઓ આ વીડિયો રિપોર્ટમાં...

લાઇન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો

લાઇન