બોટાદ લઠ્ઠાકાંડ 'અહીં વર્ષોથી દારૂ વેચાય છે, પોલીસને આની ખબર નહીં હોય'

વીડિયો કૅપ્શન, દારૂ પીધા બાદ પતિનું મૃત્યુ કઈ રીતે થયું? મૃતકનાં પત્નીએ જણાવી આખી વાત
પ્રકાશિત

બોટાદના રોજિદ ગામે રહેતા વશરામભાઈનું પણ કથિત રીતે દેશી દારૂ પીધા બાદ મૃત્યુ થયું છે, તેમનાં પત્ની અને બહેન સાથે બીબીસી ગુજરાતીએ વાત કરી હતી. વશરામભાઈના પરિવારમાં પત્ની અને ત્રણ બાળકો છે.

વશરામભાઈનાં પત્ની છૂટક મજૂરી કરીને દિવસે 200 રૂપિયા કમાવે છે અને હવે તેમના માથે બાળકોને ઉછેરવાની જવાબદારી આવી પડી છે. અને પરિવારજનોની જરૂરિયાતો પૂર્ણ કરવામાં મદદ કરતાં હતાં.

તેઓ કહે છે કે, "એ તો જતો રહ્યો. હવે જે લોકોને પાછળ છોડીને ગયો છે તેમને સહન કરવું પડશે."

વીડિયો : રૉક્સી ગાગડેકર છારા / પવન જયસ્વાલ, ઍડિટ : સુમિત વૈદ

લાઇન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો

લાઇન