મંકીપૉક્સ : ભારતમાં કેવી છે સ્થિતિ અને વાઇરસને પહોંચી વળવા મોદી સરકાર કેટલી છે તૈયાર?

વીડિયો કૅપ્શન, મંકીપૉક્સની ભારતમાં શું છે સ્થિતિ, તેને પહોંચી વળવા ભારત કેટલું તૈયાર?
પ્રકાશિત

મંકીપૉક્સના ભારતમાં ચાર કેસ સામે આવ્યા છે, 75 દેશમાં 16,000થી વધુ લોકો સંક્રમિત છે.

દુનિયામાં મંકીપૉક્સના સૌથી વધારે કેસ અત્યાર સુધી અમેરિકામાં સામે આવ્યા છે. અમેરિકામાં 3,800થી વધારે કેસ સામે આવ્યા છે.

અમેરિકામાં સરકારના આરોગ્યવિભાગ દ્વારા આપવામાં આવેલા આ આંકડા જોતાં બાઇડન પ્રશાસન દેશમાં નેશનલ હેલ્થ ઇમર્જન્સી જાહેર કરવાનું વિચારી રહ્યું છે.

આની પહેલાં વિશ્વ સ્વાસ્થ્ય સંસ્થાએ મંકીપૉક્સને વૈશ્વિક આરોગ્ય કટોકટી જાહેર કર્યો હતો.

અત્યાર સુધી 75 દેશોમાં મંકીપૉક્સના 18,000 જેટલા કેસ સામે આવ્યા છે.

અમેરિકાના યુએસ સેન્ટર્સ ફૉર ડિઝીઝ કંટ્રોલ ઍન્ડ પ્રિવેન્શનના ડેટા અનુસાર અમેરિકામાં 25 જુલાઈ સુધી 3846 કેસ જોવા મળ્યા હતા.

અમેરિકામાં મંકીપૉક્સ માટે ટેસ્ટિંગનું કામ મોટા પાયે ચાલી રહ્યું છે. સ્પેનમાં મંકીપૉક્સના 3105 કેસ છે

બંને દેશોમાં મંકીપૉક્સના સૌથી વધારે કેસ છે. જર્મની અને યુકેમાં 2,352 અને 2,208 કેસ આવેલા છે.

ત્યારે ભારતમાં મંકીપૉક્સને લઈને કેવી તૈયારીઓ છે?

લાઇન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો

લાઇન