આફ્રિકામાં દુષ્કાળથી કરોડો પ્રભાવિત, લોકો અને પશુઓ ટપોટપ મરી રહ્યાં છે

વીડિયો કૅપ્શન, આફ્રિકામાં દુષ્કાળથી કરોડો પ્રભાવિત, લોકો અને પશુઓ ટપોટપ મરી રહ્યા છે
પ્રકાશિત

ધ હોર્ન ઑફ આફ્રિકા તરીકે ઓળખાતા આફ્રિકાના દેશો કેન્યા, ઇથિયોપિયા અને સોમાલિયાના લગભગ 2 કરોડ લોકો છેલ્લા ચાર દાયકાઓના સૌથી ભયંકર દુષ્કાળનો સામનો કરી રહ્યું છે અને આ વર્ષના અંત સુધી સખત ભૂખમરો ફેલાઈ જશે.

મદદ કરતી સંસ્થાઓનું કહેવું છે કે તેમણે બાળકો અને તેમની સંભાળ લેનારાઓમાં માનસિક તણાવ વધતો જોયો છે.

નિષ્ણાતોનું કહેવું છે કે ઑક્ટોબરની વરસાદી ઋતુ પણ સૂકી રહેશે અને હાલનો દુકાળ 2023 સુધી લંબાશે.

આ દુકાળ 2011ના દુકાળ જેટલો ભયંકર હશે જેમાં 2 લાખ 60 હજાર લોકોનાં મૃત્યુ થયાં હતાં.

લાઇન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો

લાઇન