રાજકોટની એ મહિલા જે મંદબુદ્ધિનાં બાળકોની માતા બની સેવા કરી રહી છે
પ્રકાશિત
રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકામાં રહેતાં કિરણબહેન પીઠિયા પોતાના પતિની મદદથી 'દિવ્ય જ્યોત દિવ્યાંગ' સંસ્થા છેલ્લાં છ વર્ષથી ચલાવે છે.
આ સંસ્થામાં માનસિક વિકલાંગ બાળકોને જરૂરી બધી જ સગવડ સાથે વિનામૂલ્યે સંભાળ રાખવામાં આવે છે. કિરણબહેન સંસ્થા સ્થાપવાની પ્રેરણા પોતાના પરિવારમાં રહેલ આવા જ એક બાળકને મદદ કરવાની ભાવનાથી મળી હતી.
આ બાળકોમાં એવાં બાળકો છે જે ખૂબ જ ગરીબ પરિવારમાંથી આવે છે. આવાં બાળકોને તેઓ સામાન્ય કામકાજ જાતે ન કરતા થાય ત્યાં સુધી 24 કલાક એક વ્યક્તિના સહારાની જરૂર રહે છે
કેવા વિચાર સાથે કિરણબહેને વર્ષ 2016 માં આ સંસ્થાની સ્થાપના કરી હતી? જુઓ આ પ્રેરણાત્મક કહાણીમાં.

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો
