એ ગામ જ્યાં બાળકો નદી તરીને શાળાએ જવા મજબૂર છે

પ્રકાશિત

ગુજરાતને દેશભરમાં વિકાસ મૉડલ તરીકે રજૂ કરવામાં આવે છે.

પણ આ જ ગુજરાતની કેટલીક એવી બાજુઓ છે, જેમના વિશે ભાગ્યે જ કોઈ વાત કરે છે.

વલસાડના ધરમપુરનું પેંધાણ ગામ નદીને કારણે બે ભાગમાં વહેંચાયેલું છે.

આ ગામના 50થી વધુ બાળકો ચોમાસા દરમિયાન નાર નદી તરીને નિશાળે જાય છે, એવા અનેક દિવસો હોય છે જ્યારે તેઓ શાળાએથી પાછા ઘરે નથી જઈ શકતાં કારણ કે નદીનું વહેણ તીવ્ર બની જાય છે.

જુઓ બીબીસી ગુજરાતીનો ખાસ અહેવાલ.

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો