77 વર્ષની ઉંમરે પણ યુવતીની જેમ ડાન્સ કરતાં ડાન્સર દાદીનો વીડિયો વાઇરલ

વીડિયો કૅપ્શન, એ 77 વર્ષના દાદી જેમનો ડાન્સ વાયરલ થયો છે
પ્રકાશિત

મહારાષ્ટ્રનાં લક્ષ્મી તાથોડકરનો રિયાલિટી ડાન્સ શોનો વીડિયો વાયરલ થયો છે. આ શોના સુપરમોમ્સના ઓડિશનના કારણે તેઓ પ્રખ્યાત થઈ ગયાં. 77 વર્ષનાં લક્ષ્મીએ લૉકડાઉનમાં ડાન્સ કરવાની શરૂઆત કરી હતી.

તેમના કોઈ સંબંધીએ તેમનો વીડિયો ઇન્ટરનેટ પર મૂક્યો, ત્યારબાદ તેમને ટીવી શો પર બોલાવવામાં આવ્યાં.

લક્ષ્મી આજી તેમના ભાઈ અને ભાઈના પરિવાર સાથે રહે છે. અને તેઓ ઘરનું કામ પણ કરે છે. હવે તેઓ રાહ જુએ છે કે ક્યારે ટીવી શોમાં તેમને બોલાવવામાં આવે.

લાઇન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો

લાઇન