પયગંબરની નિંદાના આરોપસર બાંગ્લાદેશમાં હિંદુ વસાહતોને લૂંટી લેવાઈ

વીડિયો કૅપ્શન, પયગંબરની નિંદાના આરોપસર બાંગ્લાદેશમાં હિંદુ વસાહતોને લૂંટી લેવાઈ
પ્રકાશિત

નરૈલ જિલ્લાના દિઘાલિયા ગામમાં આવેલા હિન્દુઓનાં ઘરો, મંદિરો અને દુકાનોને તોડી પડાયાં. જે પરિવારોને અસર થઈ છે તેઓ ખૂબ ડરેલા છે. ઘણા લોકો ગામ છોડીને જતા રહ્યા છે.

કૉલેજમાં ભણતા એક વિદ્યાર્થીની ફેસબુક પોસ્ટ વાઇરલ થઈ, એ બાદ આ ઘટના બની, તે યુવક પર આરોપ છે કે તેણે પયગંબરની નિંદા કરી છે.

જે યુવક પર ઈશનિંદાનો આરોપ છે તે યુવકની ધરપકડ કરી લેવામાં આવી છે.

લાઇન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો

લાઇન