ડાયાબિટીસ : એ પિતા જે 10 વર્ષથી સાઇકલ પર દીકરીઓના જીવ બચાવવાની જંગ લડી રહ્યા છે

વીડિયો કૅપ્શન, એ પિતા જે 10 વર્ષથી સાઇકલ પર દીકરીઓના જીવ બચાવવાની જંગ લડી રહ્યા છે INSPIRING
પ્રકાશિત

ગરમી હોય વરસાદ હોય કે પછી ઠંડી. સુજિત પવાર છેક દાપોલીથી મુસાફરી કરે છે. તેમને તેમની બે દીકરીઓની સંભાળ લેવાની છે.

તેઓ તેમની બે દીકરીઓના જીવ બચાવતી ઇન્સ્યુલિનને સુરક્ષિત રાખવા મુંબઈ સુધી મુસાફરી કરવી પડે છે. તમામ પડકારો છતાં તેઓ છેલ્લા દસ વર્ષથી આ મુશ્કેલ સફર ખેડી રહ્યા છે.

તેઓ પહેલાં સાઇકલ પછી બસ અને ત્યારબાદ મુંબઈ પહોંચવા ટ્રેન પકડે છે. સુજિત અને તેમનાં પત્ની બે દીકરીઓ સાથે મહારાષ્ટ્રના રત્નાગિરી જીલ્લાના ગવ્હે ગામમાં રહે છે.

રિયા અને પલકને છેલ્લાં દસ વર્ષથી ટાઇપ 1 ડાયાબિટીસ છે. ઇન્સ્યુલિન તેમની જીવાદોરી છે. તાલુકાની સ્થાનિક સરકારી હૉસ્પિટલમાં ટાઇપ 1 ડાયાબિટીસના દર્દી માટે ઇન્સ્યુલિન ઉપલબ્ધ નથી.

એટલા માટે દર થોડા મહિને સુજિતને મુંબઈ જવું પડે છે. તેઓ ઇન્સ્યુલિન ખરીદીને તરત જ ત્યાંથી પરત ફરે છે. સમગ્ર મુસાફરી દરમિયાન તેઓ ચિંતિત રહે છે.

લાઇન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો

લાઇન