ભારતમાં કેટલાંય રાજ્યોમાં પૂર તો યુરોપમાં ભીષણ ગરમી, ધરતી પર થઈ શું રહ્યું છે?
પ્રકાશિત
આસામ અને ગુજરાત જેવા રાજ્યોમાં પૂરનાં પાણી ઓસર્યાં હોવાના સમાચાર હજુ જૂના નથી થયા ત્યાં યુરોપમાં ભીષણ ગરમીના સમાચારો આવવા લાગ્યા છે.
બ્રિટન અને ફ્રાન્સમાં અત્યાર સુધીનો સૌથી ગરમ દિવસ નોંધાઈ ચૂક્યો છે.
યુકે, ફ્રાન્સ, પોર્ટુગલ અને સ્પેનમાં ભારે ગરમી ઉપરાંત દાવાનળથી પણ જનજીવન પ્રભાવિત થયું છે. યુરોપોનાં શહેરોમાં વિક્રમજનક તાપમાન નોંધાઈ રહ્યું છે.
પર્યાવરણ નિષ્ણાતો આ પાછળ દક્ષિણના પવનોને જવાબદાર ગણી રહ્યા છે. આફ્રિકા તરફથી યુરોપમાં વહેતા આ પવનો ગરમ હવા લાગે છે.
યુરોપમાં એટલી ગરમી પડી રહી છે કે ફ્રાન્સના બોર્ડો શહેર નજીકથી 30થી વધુ લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવાની ફરજ પડી હતી.
ત્યારે જુઓ, બીબીસીનો આ વિશેષ વીડિયો અહેવાલ

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો
