You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
હરિયાણા : 12મા ધોરણમાં 96.6 ટકા લાવનારી એ યુવતી, જેને કૉલેજપ્રવેશ માટે ખેતમજૂરી કરવી પડી રહી છે
પ્રકાશિત
હરિયાણાના રોહતકમાં રહેતી આરતી હાલ ખેતમજૂરી કરે છે. આરતીએ 12મા ધોરણમાં 96.6 ટકા માર્ક્સ મેળવ્યા હતા.
કૉલેજમાં પ્રવેશ માટે જરૂરી નાણાં રળવા માટે આરતી અને એના પરિવારને ખેતરમાં ડાંગરની વાવણી કરવી પડી રહી છે.
આરતી અને તેમની બહેન ઊષા રોજના 400 રૂપિયા કમાય છે. ઊષા પણ ભણી રહી છે અને અર્થશાસ્ત્રમાં માસ્ટર્સ કરી રહી છે.
પરિવારે ઊષાની કૉલેજ ફીની વ્યવસ્થા કરવા માટે સખત મહેનત કરી હતી, પરંતુ હવે તેઓ તેમની નાની પુત્રી આરતી માટે કૉલેજની ફી ભરવા માટે સક્ષમ નથી.
જુઓ આરતીની અભ્યાસની ધગશનો આ પ્રેરણાદાયક વીડિયો અહેવાલ...
તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો